ર1મી સદીના આ વૈશ્વીકરણના યુગમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ એ પોતાની મહત્તા તમામ ક્ષેત્રોમાં પ્રસ્થાપિત કરી છે. શિક્ષણક્ષેત્રે પણ તેમાં સંમિલીત છે. શિક્ષણક્ષેત્રમાં કાર્યરત તમામ સંસ્થાઓ શિક્ષણની ગુણવત્તા સુધારવા આ આધુનિક વિકાસ અને પઘ્ધતિઓનો પોતાની રીતે શિક્ષણમાં ઉપયોગ કરી રહી છે. જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો પ્રયત્ન જિલ્લાના તમામ બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક, સાંવેગિક,.........સર્વ પાસાઓમાં સાંવેગિક વિકાસ કરી તેના ઘર, સમાજ, ગામ, જિલ્લા, રાજય અને દેશને ગૌરવ અપાવે અને આધુનિક યુગના પડકારો ઝીલી, પડકારો પર વિજયી બને તેવો સક્ષમ, વિકાસશીલ અને આદર્શ ભારતીય નાગરિક બનાવવાનો છે. તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સમગ્ર વર્ષ દરમ્યાન શિક્ષણને લગતા અનેકવિધ કાર્યક્રમો કરે છે. જેવા કે, શૈક્ષણિક સંશોધનો, વિવિધ પ્રકારની તાલીમો, રમતોત્સવ, વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન, બાળમેળા, ઈકોકલબ વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક વારસાના જતન માટે સોફટ અને હાર્ડ મટીરીયલમાં કાર્યક્રમોનું નિર્માણ વિવિધ પ્રકારના TLM નું નિર્માણ, શૈક્ષણિક ગુણવત્તા સુધારને લગતા વિવિધ પ્રોજેકટ જેવી કામગીરી કરે છે. આ સમગ્ર બાબતથી સમાજ પરિચિત થાય તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ દ્વારા Website નું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં આપશ્રી વાર્ષિક આયોજન તેમજ વાર્ષિક અહેવાલ જોઈ શકશો. સ્ટાફ પ્રોફાઈલ, વર્ષ દરમ્યાન કરવામાં આવનારા કાર્યક્રમોની વિગતો જોઈ શકશો, વિવિધ પ્રકારના કાર્યક્રમોનું સોફટ મટીરીયલ તાલીમી કાર્યક્રમોના મોડયૂલ જોઈ અને ડાઉનલોડ કરી શકશો. વર્ષ દરમ્યાન થનાર તમામ કાર્યક્રમોના ફોટો દ્વારા ઝાંખી મેળવી શકશો.
આ અમારો બ્લોગ ડાંગ જિલ્લા ઉપરાંત શિક્ષણમાં રસ ધરાવતા વિશ્વના દરેક વ્યકિતને ચોકકસ દિશા નિર્દેશ પુરૂ પાડવામાં તથા શિક્ષણક્ષેત્રમાં સહાયભૂત થવા ઉપયોગી બનશે એવી શુભકામના સાથે આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
પ્રાચાર્ય
જિ. શિ. અને તાલીમ ભવન,
વઘઇ, જિ:ડાંગ