About DIET Waghai
My Vote Is My Future, Power Of ONE Vote
Registration Of New Voters Click To Open Link : https://voters.eci.gov.in/
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે તેમજ પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાના હેતુથી ઇ.સ. ૧૯૮૬માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલમાં આવી. વર્ષ : ૧૯૯૨-૯૩માં તેમાં થોડા સુધારા વધારા કરવામાં આવ્યા. આ શિક્ષણનીતિમાં શિક્ષણની ગુણવત્તા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો.
શિક્ષણની યોજનાઓનો અમલ રાષ્ટ્ર અને રાજયકક્ષાએથી જિલ્લા કક્ષા સુધી પહોંચે, શિક્ષણનું મધ્યબિંદુ જિલ્લાકક્ષાએ હોય એ હેતુથી નવી શિક્ષણનીતિ દ્રારા દરેક જિલ્લા મથકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની રચના કરવામાં આવી. પ્રત્યેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન અને સૂચના મુજબ કાર્યરત છે.
ડાંગ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇની સ્થાપના તા.15/05/1989 ના રોજ થયેલ છે. ડાયટ, વઘઇમાં ભૌતિક સુવિધાઓની દ્રષ્ટિએ જોઇએ તો સુંદર મકાન, શાખાદીઠ વિવિધ રૂમો, કોન્ફરન્સ હોલ, પ્રાર્થના હોલ, લાયબ્રેરી, ટી.વી. ,એલ.સી.ડી. ટેપરેર્કોડર કોમ્પ્યુટર લેબ, ફેકસ, સ્માર્ટ કલાસ, વાહન સુવિધા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇનું મકાન પૂરા ગુજરાતમાં અનોખું અને મનને ગમી જાય તેવું આકર્ષક અને અલગ તરી આવે તેવું છે.
BachelorThesisWritingService.com